મહેસાણાના જગુદન ગામે શ્રી હરસિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 9 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જગુદન ગામના શ્રી ગણપતિ યુવક મિત્ર મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવમાં સહભાગી થવા નિમંત્રિત કરી રહ્યા છે.
જગુદન ગામ દ્વારા હર્ષોલ્લાસ સાથે ત્રણ દિવસીય રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ પ્રસંગે આયોજિત શ્રી ગણેશયાગના દર્શન કરવા આ શુભ અવસરે સહભાગી થવા જગુદન ગામના શ્રી ગણપતિ યુવક મિત્ર મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે.
હરસિદ્ધિ વિનાયક મંદિરનો પુરાતન ઈતિહાસ
છેલ્લી ઘણ પેઢીઓથી ગણપતિ ભગવાનની નાની દેરી જગુદનથી પુનાસણ જતા નેળીયા પરના એક ખેતરના સેઢા પર ગામના વડવાઓએ બનાવેલી દેરીમાં મૂર્તિ કે ફોટો ન બતો પરંતુ ગણપતિ દાદાનું સ્મરણ કરી ત્યાં દિવાબત્તી કરતા હતા. આ ડેરી જર્જરિત થતાં ૯ ડિસેમ્બર ૧૯૯૮ના રોજ મંદિરનું નવ નિર્માણ કરી ગણપતિ દાદાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ત્રણ દિવસના ગણેશયજ્ઞ અને ગ્રામ ભોજનનું ગ્રામજનોએ આયોજન કર્યુ હતુ.
શ્રી હરસિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો રજતજયંતિ મહોત્સવનું પણ ત્રણ દિવસીય આયોજન કરાયુ છે.
તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ૯ઃ૧૫ કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે ૧ઃ૧૫ કલાકે મંડપ પ્રવેશ, બપોરે ૨ઃ૩૦ કલાકે દેવ સ્થાપન પૂજન વિધિ, સાંજે ૪ઃ૧૫ કલાકે અગ્નિ પ્રાગ્ટય વિધિ પછી ગ્રહ હોમ વિધિ અને સાયં પૂજન કરવામાં આવશે.
મહોત્સવના બીજા દિવસે એટલે કે ૧૦ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ સવારે સાડા આઠ વાગે પ્રાતઃપૂજન વિધિ પછી જળયાત્રા/ શોભાયાત્રા, ગણેશયાગ હોમ વિધિ, પ્રસાદ સ્નપન, સાયં પૂજન અને સાંજે ૬ કલાકે આરતી અને થાળ ધરવામાં આવશે.
મહોતસ્વના ત્રીજા અને અંતિમ દિવસે પૂજન અને હવન સાથે અન્નકૂટ, ધજા મહોત્સવ, ઉત્તર પૂજન અને યજ્ઞ પૂર્ણાહૂતિ અને સાંજે સવા પાંચ કલાકે મહા આરતી કરવામાં આવશે.
ત્રણ દિવસીય પાટોતસ્વમાં સાંસકૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ગણેશ પુરાણ સત્સંગનો પણ સમાવેશ. ૯ ડિસેમ્બરે સામાજિક નાટક, ૧૦ ડિસેમ્બરે શોભાયાત્રા, હાસ્ય ડાયરો અને ૧૧ ડિસેમ્બરે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.