Saturday, December 3, 2022
spot_img

પાડોસી દેશમાં સંતાયા છે સિદ્ધૂ મૂસેવાલાના હત્યારા? દિલ્હી પોલીસ નેપાળ પહોચી

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાને લઇ દિલ્હીઅને પંજાબ પોલીસ તપાસ કરી રહી છે. સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ ટીમ નેપાળ પહોચી છે. સ્પેશ્યલ સેલને શક છે કે મૂસેવાલાની હત્યા બાદ શૂટર્સ નેપાળમાં સંતાયેલા હોઇ શકે છે. શૂટર્સની નેપાળમાં તપાસ ચાલુ છે.

આ વચ્ચે પોલીસે તે વીડિયોનો સહારો લેવાનો શરૂ કર્યુ છે જે હત્યાંકાડ બાદથી અત્યાર સુધી વાયરલ થઇ રહ્યા છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી જેટલા પણ વીડિયો સામે આવ્યા છે તે હવે પોલીસને અંધારામાં રોશની બતાવીને તે કાતિલ સુધી પહોચાડી દેશે જેની શકલ જોવા માટે પંજાબ પોલીસ બેચેન છે.

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ અત્યાર સુધી કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં એક વીડિયો લેટેસ્ટ છે. આ વીડિયોમાં એક ખાલી સાંકડા રસ્તા પરથી અચાનક ઝડપથી થાર ગાડી પ્રસાર થાય છે. આ તે થાર છે જે સિદ્ધૂ મૂસેવાલા ચલાવી રહ્યો હતો. સિદ્ધૂ મૂસેવાલાની ગાડી પ્રસાર થયા બાદ અચાનક બોલેરો ગાડી પ્રસાર થાય છે અને પછી ગોળીઓનો અવાજ સંભળાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles