Saturday, February 4, 2023
spot_img

ધરમપુરમાં મતદાન બાદ બબાલ, EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે કર્યો ખુલાસો

વલસાડના ધરમપુરમાં કાકડકુવા ગામમાં મતદાન બાદ બબાલ થઇ. ચૂંટણી એજન્ટો અને ગામ લોકો વચ્ચે બબાલ થતાં માહોલ ગરમાયો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઇ ગયા હતા,પરંતુ બસમાંથી EVM પાછા ઉતારી સ્કૂલમાં લવાયા હોવાનો પણ આક્ષેપ થયો છે. સાથે સાથે એજન્ટોએ EVM સાથે છેડછાડ કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો. તો બીજી તરફ વિવાદ થયા બાદ EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. કલેક્ટરે કહ્યું કે EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. EVM સિલ કરવાનું રહી ગયું હોવાથી ફરી ઉતારવામાં આવ્યાં હતા.

તો બીજી તરફ ચૂંટણી પંચને અલગ- અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ, પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા. જ્યારે મતદાનમાં લોકોની નિરસતા પણ જોવા મળી હતી. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો.

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 62 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં થયેલું મતદાન વર્ષ 2017ની ચૂંટણી કરતા 6 ટકા જેટલું ઓછું છે. લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આદિવાસીઓ અવ્વલ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દાયકા દરમિયાન સૌથી ઓછું મતદાન થયું છે. મતદારોના નિરુત્સાહના કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે આ વખતે કુલ 4 લાખ 75 હજાર 228 નવા મતદારો ઉમેરાયા હતા. અને કુલ મતદારોમાં 48 ટકા જેટલા મતદારો તો 18 વર્ષથી 45 વર્ષની વયના હતા. જેના કારણે મતદાન વધશે તેવી આશા હતી, પરંતુ અનેક લોકો લોકશાહીના આ પર્વની ઉજવણીના ભાગીદાર ન બન્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,692FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles