Wednesday, September 28, 2022
spot_img

અમદાવાદની બેકરીઓમાં પીરસાઇ રહ્યો છે એક્સપાયરી ડેટ વગરનો માલ, AMC ગાઢ નિંદ્રામાં

અમદાવાદમાં ખાદ્ય ચીજ-વસ્તુઓના વેચાણને લઈને ખુબ જ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના આંખોમાં ધૂળ નાંખીને લાઇસન્સ વગરની અનેક બેકરીઓ ધમધોકાર ચાલી રહી છે. આ બેકરીઓ એવા ફૂડનું ઉત્પાદન કરી રહી છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.

આમ પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે મોટા શહેરોમાં રોગચારાએ માથું ઉચક્યું છે. અમદાવાદ સહિતના મોટા શહેરોની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. જેમાં ખાસ કરીને બાળકો વધારે પ્રમાણમાં બિમાર પડી રહ્યાં છે.

તેવામાં અમદાવાદમાં બેકરીઓનો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે. જોકે, આ એવી બેકરીઓ છે, જેમના પાસે કોઈ જ લાઈસન્સ નથી. આ બેકરીઓમાં બનતી ચીજ-વસ્તુઓ ઉપર મેન્યુફેકચરીંગ અને એક્સપાયરી ડેટ હોતી નથી. તેવામાં તે નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ માટે ખતરનાક બને છે. કેમ કે, ઉત્પાદન અને એક્સપાયરી ડેટ ના હોવાથી તે કેટલા સમય પહેલા બની છે તેનો ખ્યાલ લગાવી શકાતો નથી.

તેવામાં આવી બેકરીઓમાં બનેલી ચીજ-વસ્તુઓ જીવલેણ સાબિત થઈ શકે છે. આવી બેકરીઓને એએમસીએ તાળા મારી દેવા જોઈએ, જેથી તેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરી શકે. સ્વાભાવિક છે કે આપણે જે પણ ખોરાક ખાઇએ છીએ તેની સીધી અસર આપણાં પાચન પર પડે છે. ભારે અને પચવામાં સરળ ના હોય તેવા ભોજનના કારણે પેટ ખરાબ થવા, એસિડિટી અને ગેસ અથવા કબજિયાતની પરેશાની થઇ શકે છે. વળી, બાળકોનું પાચન ખૂબ જ કમજોર હોય છે, જેના કારણે તેઓ ઝડપી બિમાર પડી જાય છે.

જણાવી દઈએ કે, લાઇસન્સ વગરની બેકરી ચલાવનારાઓ પોતાના ઉત્પાદનમાં ટેસ્ટ લાવીને વેચાણ વધારવા માટે આઇટમમાં પોટેશિયમ બ્રોમાઇટનો ઉપયોગ કરતા હોય છે. જોકે, આ પોટેશિયમ બ્રોમાઇટનો ઉપયોગ કેન્સરને પણ નોતરી શકે છે.

અમદાવાદના દાણીલીમડા વટવા ગોમતીપુર રખિયાલ નારોલમા આવેલી બેકરીઓ ચાલી રહી છે લાઇસન્સ વગર

અમદાવાદના દાણીલીમડા નારોલ વટવા રખિયાલ સરખેજમા આવેલી અનેક બેકરીઓ લાઇસન્સ વગર ધમધોકાર ચાલી રહી છે. આ બેકરીની આઈટમો ઉપર ના તો મેન્યૂફેક્ચરિંગ ડેટ છે ના એક્સપાયરી ડેટ. માત્ર પોતાની આઈટમો ઉપર પોતાની બ્રાન્ડનો એક સ્ટિકર ચોટાડી દેવામાં આવે છે.

તે ઉપરાંત તેની બ્રેડવાળી આઈટમોની પેકિંગ એકદમ ચોખ્ખી હોવાની જગ્યાએ એટલા ખરાબ પ્લાસ્ટિક પેકિંગ કરેલી છે કે ગમે તેવા વ્યક્તિને થોડા જ સમયમાં હોસ્પિટલમાં ભેગી કરવા માટે પૂરતી છે. તે ઉપરાંત તેની અન્ય પણ બીજી કેટલીક ચીજ-વસ્તુઓ ઉપર તેમની બેકરીનું જીએસટી નંબર કે લાઈસન્સ નંબરનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આમ લાઈસન્સ વગરની બેકરી ચલાવનારાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો કરે છે પરંતુ સાથે-સાથે તેઓ ટેક્સ ચોરી પણ કરે છે. એએમસીએ આવા લોકો સામે લાલ આંખ કરીને તેમની બેકરીઓ બંધ કરાવીને તેવા લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવા જોઈએ. જે દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને દેશની તિજોરીને પણ ચૂનો લગાડી રહ્યાં છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,503FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles