Saturday, December 3, 2022
spot_img

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા અબ્દુલ વહાબની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ષડયંત્રનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સીસાથે સંકળાયેલા એક જાસૂસની ધરપકડ કરી છે. શહેરના કોટ વિસ્તારમાંથી આ પાકિસ્તાન માટે જાસૂસી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન તે સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનો પણ ખૂલાસો થયો છે. દેખાવમાં વૃદ્ધ અને લાચાર જેવો દેખાતો 72 વર્ષિય અબ્દુલ વહાબ દેશવિરોધી માહિતી પાકિસ્તાન ઈન્ટેલિજન્સને મોકલતો હતો.

ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરમાં કાલુપુરમાં રહેતા અબ્દુલ વહાબ નામના પાકિસ્તાની જાસુસની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તે જૂના અમદાવાદમાં કોટા વિસ્તારમાં રહે છે અને પાકિસ્તાની જાસુસી સંસ્થા સાથે સંકળાયેલો છે. આ માહિતીના આધારે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તેના પર વોચ ગોઠવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ભારતીય સીમકાર્ડ્સ કોઈપણ રીતે પાકિસ્તાન પહોંચાડતો હતો. આ સીમકાર્ડ દ્વારા પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ ભારતમાં જાસુસી કરવા માટે તેનો ઉપયોગ કરતી હતી. તેના કેટલાક લોકો એવા હતા કે જે સતત ભારતથી પાકિસ્તાન કનેક્ટેડ રહી શકે એવા લોકોને આ સીમકાર્ડ પહોંચાડતો હતો.

72 વર્ષિય અબ્દુલ વહાબે સરકારી વેબસાઈટ જેવી ક્લોન વેબસાઈટ બનાવી લશ્કરીદળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો. જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદમાંથી સીમકાર્ડ ખરીદતો હતો. જે સીમકાર્ડ નંબર ન્યુ દિલ્લી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબર પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓફિસર શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબે ખરીદેલા સીમકાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો, જેનાથી વોટ્સએપ એક્ટિવ કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંહના જણાવ્યા અનુસાર અબ્દુલ વહાબ તેના સંબંધીઓના સીમકાર્ડ પાકિસ્તાન જાસુસી સંસ્થાઓને મોકલતો હતો. ISI માટે આ સીમકાર્ડ એક્ટિવેટ કરાવતો હતો. પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા ISI અધિકારી માટે સીમ કાર્ડ ઉપલબ્ધ કરાવતો હતો. ભારતીય સીમકાર્ડ પર જ પાકિસ્તાનથી કોલિંગ અને ચેટિંગ થતુ હતુ.  ફેક વેબસાઈટથી ભારતીય સેનાના નિવૃત અધિકારીઓ અને જવાનોનો સંપર્ક કરતા હતા.

પકડાયેલો શખ્સ અબ્દુલ વહાબનો પરિવાર પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતનો મૂળ નિવાસી છે. વર્ષ 1930-32 આસપાસ ભારતમાં આવીને વસ્યા છે. જો કે તેમનો અડધો પરિવાર હજુ પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતમાં રહે છે. આથી અબ્દુલ વહાબ ત્રણ ચાર વખત પાકિસ્તાન તેમના પરિવારજનોને મળવા ગયેલો હતો. એ જ્યારે વિઝા લેવા માટે દિલ્હી પાકિસ્તાન હાઈ કમિશનને મળ્યો ત્યારે એમનો સંપર્ક પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સ સાથે થયો હતો. આ દેશવિરોધી ગતિવિધિ માટે તેને થોડા પૈસા પણ મળેલા હોવાનો ખૂલાસો થયો છો. અત્યાર સુધીમાં તે 10 જેટલા સીમકાર્ડ પાકિસ્તાન મોકલી ચુક્યો છે. વર્ષ 2019થી તે આ ગતિવિધિમાં સામેલ હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles