Wednesday, September 28, 2022
spot_img

અમદાવાદ: સરખેજ પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપ્યા

ગુજરાત પોલીસ હંમેશા સતર્ક રહે છે. અમદાવાદની સરખેજ પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એ. દેસાઇ તથા સર્વે સ્કવોર્ડ પીએસઆઇ ડી.પી.સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર પ્રવિણ ભાઇ, ઇરફાન કાસમ ભાઇ અને લોક રક્ષક શાહરૂખ ખાન અસરીદ ખાન તથા જયરાજ દાન કીરીટ દાન તથા બીજા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇરફાન કાસમ ભાઇ તથા જયરાજદાન કીરીટદાનને સંયુક્ત બાતમીના આધારે સરખેજ-ધોળકા સર્કલ બ્રિજની બાજુમાં પ્રીમિયમ એસ્ટેટની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમત સાત આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ગોળ કુંડાળુ કરી પૈસા પાનાથી ઝન્ના મન્નાનો હારજીતનો જુગાર રમતા હતા. આ સાત આરોપીને ઝડપીને પાના નંગ-52 તથા રોકડ નાણા 67,310 તથા મોબાઇલ ફોન નંગ-6 40,000ની મત્તા મળી કુલ 1,07,310ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,502FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles