Saturday, February 4, 2023
spot_img

માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ, ભાજપના કાર્યકર સાથે થઈ હતી બોલાચાલી

ગુજરાત વિધનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોનું મતદાન થઈ ચૂક્યુ છે. જેમાં અનેક જગ્યાએ ફરિયાદો ઉઠી હતી. તો આ તરફ જુનાગઢમાં પણ મતદાન સમયે ભાજપના કાર્યકર સાથે માંગરોળના આપ ઉમેદવાર પિયુષ પરમારની બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત 6 શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

માળિયા પોલીસે આરોપી પિયુષ પરમારના ભાઈ દીપક પરમારની અટકાયત પણ કરી છે. આપને જણાવી દઈએ કે, આમ આદમીના પાર્ટી ના ઉમેદવાર હાલ ફરાર છે. પોલીસે હાલ આપ ઉમેદવારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

તો આ તરફ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા દહેગામ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. નારાજ તાલુકા સંગઠન મંત્રી કમલેશ ત્રિવેદીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી પિતા કમલેશ અને પુત્ર રોનક ત્રિવેદીએ ઝાડૂ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપ ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણે પિતા પુત્ર અને તેમના સમર્થકોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આમ આદમી પાર્ટીમાં સાચા કાર્યકરોની અવગણના થતી હોવાનો આરોપ કમલેશ ત્રિવેદીએ લગાવ્યો હતો. બીજી તરફ વડાપ્રધાન મોદીની રાષ્ટ્રહીતની વિચારધારાને સ્વીકારીને ભાજપમાં જોડાયાની વાત કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,692FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles