Saturday, December 3, 2022
spot_img

સરખેજ પોલીસની કામગીરીને ડીસીપી બીયુ જાડેજાએ બિરદાવી, પ્રશંસાપત્ર આપીને સમ્માનિત કર્યા

સરખેજ પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલને પ્રશંસાપત્ર આપીને સમ્માનિત કરવામાં આવ્યા છે.

સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની ફરજ દરમિયાન એક પેસેન્જર ઓટો રિક્ષામાં પોતાની બેગ ભુલી ગયા હતા. જે બેગમાં કપડા તથા સોના-ચાંદીના દાગીના હતા. ઓટો રિક્ષાના નંબરની પણ તેમણે ખબર નહતી. જેથી રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરીને ગણતરીના કલાકોમાં જ રિક્ષા ચાલકને શોધી પેસેન્જરની બેગ શોધી કાઢી હતી.

સરખેજ પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને અમદાવાદ શહેર ઝોન-7 ડીસીપી બીયુ જાડેજાએ બીરદાવી હતી અને પ્રશંસાપત્ર આપીને સમ્માન કર્યુ હતુ. સાથે જ ભવિષ્યમાં આવા ઉમંગ અને ઉત્સાહથી અમદાવાદ શહેરની પોલીસની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થાય તેવી કામગીરી કરવાની આશા વ્યક્ત કરી હતી.

ઝોન-7માં ફરજ બજાવતા ડીસીપી, બીયુ જાડેજા જ્યારથી તેમની નિમણૂંક થઇ છે ત્યારથી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. તેમની નિમણૂંક પછી તેમના વિસ્તારમાં સોશિયલ એક્ટિવિટીના પ્રોગ્રામ પણ કરવામાં આવી રહ્યા છે. પ્રજાને જાગૃત કરવા માટે આ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે, તેની સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ સારી કામગીરી કરી રહ્યા છે તેમનો ઉત્સાહ વધારવા માટે તેમણે પણ પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્ર આપી તેમનું સમ્માન કરવામાં આવે છે. જેથી લોકો અને પ્રજા વચ્ચે સારો તાલમેલ બેઠે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles