Saturday, December 3, 2022
spot_img

નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યા રવિયાએ મેળવી PhD ની ડીગ્રી

ગુજરાત પોલીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યા રવિયાએ તેમનાં જીવનની વધુ એક સિદ્ધિ હાંસિલ કરી છે. તાજેતરમાં જ દિવ્યા રવિયાએ એક રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરી PhD ડિગ્રી મેળવી છે. દિવ્યા રવિયાએ “A study on Administration of Criminal Justice System:Role of Police And Role of Prosecution in the State of Gujarat” થીસીસ રજૂ કર્યો છે. જેમાં ક્રિમિનલ જસ્ટિસની સિસ્ટમ વહીવટ પર અભ્યાસ કર્યા અને ગુજરાત રાજ્યમાં પોલીસની કાર્યવાહીની ભૂમિકા વિશે સંશોધન કર્યુ છે. જેને ગુજરાત યુનિવર્સીટી એ માન્ય રાખી તેમને લૉ ક્રિમિનોલોજી વિષયમાં PhD ની પદવી પ્રદાન કરી છે.

ડૉ.દિવ્યા એ એમની આ થીસીસ ગાંધીનગર સ્થિત સિદ્ધાર્થ લો કોલેજનાં પ્રિન્સિપલ ડો.દિલીપ એ.મેવાડાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી. આ ઉપરાંત આ થીસીસ માટે રેફરી તરીકે ડો.અશોક શ્રોફ કે જેઓ HNGU પાટણનાં ડિન છે, તેઓએ પણ આ થીસીસ માન્ય રાખી હતી.

ડૉ.દિવ્યા રવિયાની વાત કરવામાં આવે તો તેઓ નિવૃત Dysp પી.કે.જાડેજા.ના પત્ની છે તેમજ એરપોર્ટના નિવૃત સિનિયર ફાયર ઓફિસર ભાનુશંકર બી.રવિયાના પુત્રી છે. ડૉ.દિવ્યા તેમની સફળતાનો શ્રેય તેમના પતિ, માતા-પિતા, મિત્રો, ગાઈડ, પ્રાધ્યાપકો તેમજ પુત્રી તેજસ્વિનીને આપી સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles