Saturday, December 3, 2022
spot_img

ગુજરાત ATSની PFI પર તવાઈ, અમદાવાદ સહિત 5 જિલ્લામાંથી 20 લોકોની અટકાયત કરી

આતંકી ગતિવિધિઓને લઇને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ફરી એક વખત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર સકંજો કસ્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં PFIના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. જેમાં ગુજરાતમાં પણ ATSએ PFI સાથે સંકળાયેલા લોકો પર તવાઇ બોલાવી છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ અને બનાસકાંઠામાં દરોડા પાડવામાં આવ્યા. છેલ્લા 10 દિવસથી ગુજરાત ATS આ મુદ્દે ગુપ્ત તપાસ કરી રહી હતી. 

ગુજરાત ATS દ્વારા 20થી વધુ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી ગુજરાત ATS આ મુદ્દે ગુપ્ત તપાસ કરી રહી હતી. દેશના અન્ય રાજ્યોમાંથી NIA દ્વારા ઝડપાયેલા લોકોની પૂછપરછમાં અનેક નામો ખૂલ્યા હતા. જેના આધારે ગુજરાત ATS દ્વારા PFI વિરૂદ્ધ મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં મળીને કુલ 200થી વધુ સ્થળોએ પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે 170થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર ATS એ ગત રોજ PFIના આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. PFIના નિશાને આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓતેમજ નાગપુર સ્થિત સંઘનું મુખ્ય કાર્યાલય પણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. NIA તરફથી વિવિધ ઇનપુટ્સ મળ્યા બાદ તપાસ એજન્સીઓએ PFI સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles