Asia Cup: સુપર-4માં ભારતે શ્રીલંકાને 41 રને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું

એશિયા કપની સુપર 4 મેચ મંગળવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, સુપર 4 મેચમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

સુપર 4માં ભારત પાકિસ્તાનને 228 રને અને શ્રીલંકાને 41 રને હરાવીને 10મી વખત એશિયન કપની ફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 49.1 ઓવરમાં 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 43 રન અને ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ડુનિથ વેલાલેગે અણનમ 42 જ્યારે ધનંજય ડી સિલ્વાએ 41 રન બનાવ્યા હતા. ચાહકો 17 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કર જોઈ શકે છે. ગુરુવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં (રવિવારે) ભારત સામે ટકરાશે.


214 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે ત્રીજી ઓવરમાં જ પથુમ નિસાન્કાની વિકેટ ગુમાવી દીધી હતી. નિસાન્કા 6 રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહે તેને આઉટ કર્યો હતો. આ પછી બુમરાહે કુસલ મેન્ડિસને પેવેલિયન મોકલ્યો હતો. મેન્ડિસ 15 રન બનાવીને આઉટ થયો હતો. દિમુથ કરુણારત્ને બે રન બનાવી શક્યો હતો, તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. સાદિરા થોડો સમય ક્રિઝ પર રહી પરંતુ કુલદીપ યાદવે તેને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો. કુલદીપે અસલંકાને પણ આઉટ કર્યો હતો. અસલંકાએ 35 બોલમાં 22 રન બનાવ્યા હતા. કેપ્ટન શનાકા માત્ર 9 રન બનાવી શક્યો હતો. ધનંજય ડી સિલ્વાએ 66 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી, તે જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

ભારતીય ટીમે શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 213 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ડ્યુનિથ વેલાલેગે પાંચ વિકેટ લીધી હતી જ્યારે અસલંકાને ચાર વિકેટ મળી હતી. પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ ભારતની શરૂઆત સારી રહી હતી.

રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ હતી. જો કે, ડ્યુનિથ વેલ્લાલેજે તેના પહેલા જ બોલ પર શુભમન ગિલની વિકેટ લઈને ભારતીય બેટ્સમેનોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દીધા હતા.

ગિલ 25 બોલમાં માત્ર 19 રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદ દુનિત વેલ્લાલેગે વિરાટ કોહલી (3), રોહિત શર્મા (53), કેએલ રાહુલ (39) અને ઈશાન કિશન (33)ને આઉટ કર્યા હતા. ડ્યુનિથ વેલ્લાલેજે તેના પહેલા બોલ પર અને પછી મેચના છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી. તેણે છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો.

અસલંકાએ રવિન્દ્ર જાડેજા (4)ને આઉટ કર્યો. આ પછી અસલંકાએ સતત બોલ પર જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવને આઉટ કર્યા હતા. બંને ટીમોએ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેમની પ્રથમ મેચ જીતી લીધી છે, શ્રીલંકાએ ચાલુ ટુર્નામેન્ટમાં તેમની અગાઉની મેચમાં શનિવારે બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *