Saturday, December 3, 2022
spot_img

​IPS પ્રેમસુખ ડેલુની સક્સેસ સ્ટોરી: એક પછી એક સરકારી નોકરી છોડીને બન્યા આઇપીએસ, જામનગરના છે પોલીસ વડા

વર્ષ 2015ની યૂપીએસસી પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 170મો રેન્ક મેળવીને આઇપીએસ બનનારા પ્રેમસુખ ડેલુ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના નોખા તાલુકાના ગામ રાસીસરના રહેવાસી છે. પ્રેમસુખ ડેલુનો જન્મ 3 એપ્રિલ 1988માં થયો હતો. પ્રેમસુખ બીજા પ્રયાસમાં આઇપીએસ અધિકારી બન્યા હતા. આ પહેલા તે વર્ષ 2014માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષામાં સામેલ થયા હતા પરંતુ તેમાં સફળ થઇ શક્યા નહતા.

પ્રેમસુખ ડેલુએ પોતાના ગામ રાસીસરની સરકારી સ્કૂલમાં 10માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આગળનો અભ્યાસ તેમણે રાજકીય ડૂંગર કોલેજ બીકાનેરથી પુરી કરી હતી, તેમણે ઇતિહાસમાં એમએ કર્યુ અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પ્રેમસુખ ડેલુએ ઇતિહાસમાં યૂજીસી નેટ જેઆરએફની પરીક્ષા પણ પાસ કરી હતી.

પ્રેમસુખ ડેલુના પિતા ખેતીવાડીની સાથે સાથે ગાડી ચલાવીને લોકોનો સામન એક સ્થળેથી બીજા સ્થળે પહોચાડવાનું કામ કરતા હતા. ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાના પ્રેમસુખ ડેલુની કહાની તે યુવાઓ માટે પ્રેરણા છે, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં સામેલ થાય છે. આઇપીએસ બન્યા પહેલા તે એક ડઝન નોકરી પણ કરી ચુક્યા હતા. બાળપણથી જ સરકારી અધિકારી બનવાનું સ્વપ્ન જોનારા પ્રેમસુખ ડેલુએ પોતાનું પુરૂ ધ્યાન પોતાના અભ્યાસમાં લગાવી રાખ્યુ હતુ. વર્ષ 2010માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં તે સામેલ થયા હતા, તેમણે તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી અને તે સફળ પણ થયા હતા.

પ્રેમસુખ ડેલુએ રાજસ્થાન ગ્રામ સેવકની પરીક્ષાએ બીજો રેન્ક મેળવ્યો હતો. તે બાદ તે આસિસ્ટન્ટ જેલરની પરીક્ષા આપીને તેમાં રાજસ્થાનમાં પ્રથમ નંબરે રહ્યા હતા. જેલરની પોસ્ટ પર રહેતા તેમનું સિલેક્શન સબ-ઇંસ્પેક્ટરના પદ પર પણ થયુ હતુ. આ વચ્ચે તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન પ્રશાસનિક સેવાની પરીક્ષા આપીને તેમની પસંદગી તહસીલદારના પદ પર થઇ હતી. પ્રેમસુખ ડેલુએ આ પદ પર રહીને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. પ્રેમસુખ ડેલુએ યુપીએસસીમાં ઓલ ઇન્ડિયામાં 170મો રેન્ક મેળવવાની સાથે ગુજરાત કેડરમાં પોસ્ટિંગ મળી હતી. પ્રેમસુખ ડેલુ અત્યારે જામનગરના પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles