Saturday, December 3, 2022
spot_img

અમદાવાદના આંગણે પ્રથમ વખત ખાખી ગરબાનું આયોજન, શરદ પૂનમની રાત્રે ખેલૈયાઓ ખાખીમાં રમશે ગરબા 

નવરાત્રિમાં એટલે કેડિયા, ચણિયાચોલી જેવા વિવિધ પ્રકારની થીમ સાથે ખેલૈયાઓને ગરબે ઘુમતા જોયા હશે પરંતુ અમદાવાદમાં સૌ પ્રથમ વખત ખાખી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓકટોબર અને શરદ પૂનમની રાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દૂધેશ્વર અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદીઓ માટે આ અનોખો ગરબાનો લ્હાવો છે. ગરબાએ શક્તિની ઉપાસના પણ છે. ગરબા એ નારી શક્તિને સમર્પિત પણ છે. ખાખી પણ એક શકિતના પ્રતિક સમાન છે. ત્યારે ગુજરાત પોલીસની મહિલાઓને સમર્પિત આ ખાખી ગરબાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવશે.

ગુજરાત પોલિસ તરફથી શ્રી સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ પોલિસ કમિશનરના સપોર્ટ અને માર્ગદર્શન થકી ગ્રીષ્મા ત્રિવેદી અને અર્ચના ગુપ્તાએ આ પ્રકારનું આયોજન અમલમાં મૂકી વિશેષરુપે આયોજન વિશે વિચાર્યું છે. 9 ઓકટોબરના રોજ સાંજે 7.30 કલાકે ખાખીની ખુમારી સાથે આ ગરબાનું સાક્ષી અમદાવાદ બનશે. જેમાં ખાસ કરીને દેશની ખુમારી એવી ખાખીના મહત્વને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે.

 અમદાવાદીઓને માટે ગરબાનું આયોજન ખૂબ જ વિશેષ મહત્વનું હોય છે. હજુ નવરાત્રિનો રંગ ઉતર્યો નથી તેવામાં ફરીથી શહેરીજનોને ગરબાના તાલે થિરકવા માટે આ ઈન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટી એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું માર્કેટીંગ તેમજ સપોર્ટ અચિવર્સ ઈન્સ્ટિટ્યૂટ આર્ચવ ગુપ્તા તરફથી જ્યારે પ્રોગ્રામનો ડીઝાઈન કન્સેપ્ટ્યુલાઈઝડનું મેનેજમેન્ટ બોલીવૂડ હબ ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમનો આ ખાખીનો અનોખો કન્સેપ્ટ ગરબામાં ચાર ચાંદ લગાવી દેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles