Saturday, December 3, 2022
spot_img

સિંગર કેકેના મોત બાદ પોલીસે અસામાન્ય મોતનો કેસ નોંધ્યો, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સ્થિતિ સ્પષ્ટ થશે

સિંગર કેકેનું કોલકાતામાં નિધન થયુ છે. કેકેના નિધન બાદ કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરિવારની સહમતિ મળ્યા બાદ પૂછપરછ અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કેકેનો પરિવાર પણ બુધવાર સવારે કોલકાતા પહોચી ગયો છે.

કોલકાતામાં લાઇવ કોન્સર્ટ બાદ કેકેનું સ્વાસ્થ્ય બગડી ગયુ હતુ અને તેને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેકેના મોતનું કારણ હાર્ટ એટેક ગણવામાં આવી રહ્યુ છે. બીજી તરફ પોલીસે અસામાન્ય મોતનો કેસ દાખલ કર્યો છે.

કેકેએ હિન્દી જ નહી પણ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી અને બંગાળી ફિલ્મ માટે પણ ગાયન ગાયા છે. કેકે પોતાના સ્કૂલનો અભ્યાસ દિલ્હીની માઉન્ટ સેટ મેરી સ્કૂલમાંથી કર્યો છે અને ગ્રેજ્યુએશન કિરોડીમલ કોલેજ, દિલ્હી યૂનિવર્સિટીમાંથી કર્યુ હતુ. ફિલ્મમાં બ્રેક મળ્યા પહેલા જ કેકેએ આશરે 35000 જીંગલ્સ ગાઇ હતી. મહત્વપૂર્ણ છે કે કેકે બે દિવસની કોન્સર્ટ માટે કોલકાતા ગયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles