Wednesday, September 28, 2022
spot_img

બરવાળા લઠ્ઠાકાંડમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલ સામે આવ્યું, FSL દ્વારા તપાસ શરૂ

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામમાં દેશી ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થયા છે. મૃતકોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટીએ મિથાઇલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે.

આ લઠ્ઠાકાંડના પડઘા પાટનગર ગાંધીનગર સુધી પડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ વડા સાથે વાતચીત કરી હતી અને તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. બરવાળાના ASI આસમીબાનુની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

એફએસએલ દ્વારા તપાસ

એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)એ ઝેરી દારૂમાં ક્યા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

અમદાવાદથી કેમિકલનો સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો

એટીએસના સૂત્રો અનુસાર અમદાવાદથી કેમિકલ સપ્લાય થયુ હતુ. બરવાળાના ચોકડી ગામમાં સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,502FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles