Saturday, December 3, 2022
spot_img

સલમાન ખાનને ધમકી મામલે એક્શનમાં મુંબઇ પોલીસ, બોડીગાર્ડ શેરાનું નિવેદન નોંધ્યુ

અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર મળેલા ધમકી ભરેલા પત્રને લઇને મુંબઇ પોલીસે સલમાન ખાન, સલીમ ખાન અને બોડીગાર્ડ સિવાય કેટલાક લોકોના નિવેદન દર્જ કર્યા છે. પોલીસ લોરેન્સ બિશ્નોઇના એન્ગલથી તપાસ આગળ વધારી રહી છે. જલ્દી દિલ્હી સ્પેશ્યલ સાથે વાત કરશે.

આ મામલે કાલે દિલ્હી પોલીસે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પૂછપરછ દરમિયાન મૂસેવાલા મર્ડર કેસ બાદ હાઇલાઇટ થયેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ પોલીસને કહ્યુ છે કે તેને આ લેટર વિશે કોઇ જાણકારી નથી અને ના તો તેનો કોઇ હાથ છે, તેને ખબર નથી કે આ ધમકી કોને આપી છે.

બોલિવૂડ સ્ટાર્સને મળે છે રોજ પત્ર

સુત્રો અનુસાર બોલિવૂડના બે સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનના ઘરની બહાર રોજ ઘણા પત્ર મળે છે જેમાં કેટલાક લોકો ફિલ્મમાં રોલ માંગવા અને પોતાની અંગત વાતો લખે છે. આ ધમકી ભરેલુ પત્ર કોઇએ મજાકમાં તો નથી લખ્યો તે એન્ગલ પર પણ પોલીસ કામ કરી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles