Saturday, February 4, 2023
spot_img

PM મોદી વલસાડના નાનાપોંઢાથી પ્રચારના શ્રી ગણેશ કરશે, ભાવનગર સમૂહલગ્નમાં હાજર રહેશે

ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને વલસાડ જિલ્લાના નાના પોંઢાથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. વડાપ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે દક્ષિણ ગુજરાતથી શરૂ કરવાનુ નક્કી કર્યું છે. જેના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. અને વલસાડના નાના પોંઢાથી પ્રચાર શરૂ કરશે.  તેઓ બપોરે 3 વાગે નાનાપોંઢામાં જનસભા સંબોધશે.આ સભામાં 50 હજારથી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે.

પ્રધાનમંત્રીનો સમગ્ર કાર્યક્રમ

12:20 વાગ્યે દિલ્લી એરપોર્ટથી પ્રયાણ
01-55 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે
02 -00 વાગ્યે સુરત એરપોર્ટથી નાના પોંઢા જવા હેલિકોપ્ટર દ્વારા પ્રયાણ
02- 40 વાગ્યે નાના પોંઢામાં આગમન
02-45 વાગ્યે નાના પોંઢા હેલિપેડ ગ્રાઉન્ડથી સભા સ્થલે જવા રવાના
03-00 વાગ્યે નાના પોંઢા સભા સ્થળે આગમન

3- 00 વાગ્યાથી 4-00 વાગ્યા દરમિયાન કપરાડામાં જનમેદનીને સંબોધશે
4-10 વાગ્યે નાના પોંઢાથી ભાવનગર જવા રવાના
5-30 વાગ્યે ભાવનગરમાં આગમન
05-45 વાગ્યે જવાહર ગ્રાઉન્ડ ખાતે પાપની પરી સમૂહલગ્નોત્સવમાં આપશે હાજરી
7-10 વાગ્યે જવાહર ગ્રાઉન્ડથી વિદાય લેશે
7-20 વાગ્યે ભાવનગર એરપોર્ટથી વિદાય લેશે

કપરાડાના નાનાપોંઢામાં સભા સંબોધ્યા બાદ ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.. જવાહર મેદાનમાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી 551 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પીએમ મોદી સાંજે 5.45 કલાકે ઉપસ્થિત રહેશે. સાંજે 5.45 કલાકે એરપોર્ટ ખાતે PM મોદીનું આગમન થશે અને ત્યારબાદ એરપોર્ટથી કાફલા સાથે PM મોદી જવાહર મેદાનમાં પહોંચશે, દીકરીઓને આશીર્વાદ આપશે. સમૂહલગ્નમાં PM મોદી દોઢ કલાક જેટલો સમય વિતાવશે. આ લગ્નમાં 4 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે. લાખાણી પરિવાર દ્વારા પિતા વિહોણી કન્યાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓને અંદાજે બે લાખ ઉપરાંતનો કરીયાવર આપવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,692FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles