Saturday, December 3, 2022
spot_img

પાલનપુરમાં પીએમ મોદીનો પ્રચેડ પ્રચાર, સભામાં PMએ ટુરિઝમ વિકસાવાની કરી વાત

PM મોદી પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનું બીડુ ઝડપ્યુ છે. PM મોદીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરી છે. પાલનપુરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને PM મોદી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પાલનપુરમાં પ્રધાનમંત્રી સભા સંબોધતા  જણાવ્યુ કે, ધરોઇથી અંબાજી સુધી ઇકો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સાયકલ ટુરિઝમ વિકસાવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે.

પાલનપુરમાં સંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, બનાસકાંઠામાં લોકોએ બધી જગ્યાએ કમળ ખીલવવાનું નક્કી કર્યું છે. આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે. આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને કે ન બને, સરકાર કોની બને કે ન બને એ મહત્વનું જ નથી. પણ આગામી 25 વર્ષનું ભવિષ્ય નક્કી કરવાની આ ચૂંટણી છે. અહીં વિકાસના તો એટલા કામ થયા છે કે તમે ગણ્યા જ કરો.

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પર્યટન, પાણી, પર્યાવરણ ,પશુધન, પોષણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. ઉત્તર ગુજરાતમાં વિકાસની અનેક સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પર્યટન માટે શું નથી ? અંબાજી ધામમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે. ધરોઈ ડેમથી અંબાજી મંદિર સુધી પર્યટન વિકાસની અનેક તકો સાંપડી છે.

તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરહદી વિસ્તારોના ગામનું વિકાસનું કામ ઉપાડ્યુ છે. એક દિવસ એવો હશે જ્યારે ગુજરાત હાઈડ્રોજનનું હબ બનશે. સોલાર એનર્જીનું અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ. પહેલાના સમયે ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતા હતા. જ્યારે હું સુજલામ સુફલામ યોજનાની વાત કરતો તો લોકો હસતા. આજે સુજલામ સુફલામ યોજનાને કારણે પાણીની સમસ્યાઓ દુર થઈ છે. તો ગુજરાતની પ્રગતિમાં પાણી અને વીજળી હોવાનુ પણ જણાવ્યુ છે.

વડાપ્રધાને પોતાના વકતવ્યમાં કહ્યુ કે, ધરોઇથી અંબાજી સુધી ઇકો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સાયકલ ટુરિઝમ વિકસાવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે.આ માટે ભુપેન્દ્ર પટેલની સરકારે 1100 કરોડ રુપિયાનું બજેટ એના માટે ફાળવ્યુ છે. જેનો હું આભાર માનું છુ. તો અંબાજી ધામનો વિકાસ પણ કર્યો છે. 51 શક્તિપીઠનો ત્યાં વિકાસ કરવામાં આવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles