Saturday, December 3, 2022
spot_img

ISIને ગુપ્ત જાણકારી મોકલનારા બે જાસૂસ ઝડપાયા, મોબાઇલથી સેનાના વાહન-નકશાની તસવીરો મળી

પંજાબ પોલીસે પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇને ભારતની ગુપ્ત જાણકારી પહોચાડવાના આરોપમાં બે જાસૂસની ધરપકડ કરી છે. તેમના મોબાઇલમાંથી ભારતીય સેનાની બિલ્ડિંગ, વાહન તથા નકશાની તસવીરો મળી છે, જે પાકિસ્તાન મોકલવામાં આવી હતી. જેમાં જાફિર રિયાજ મૂળ રીતે કોલકાતાનો છે અને પાકિસ્તાનમાં રહેતો હતો. જ્યારે બીજો સાથી મોહમ્મદ શમશાદ અજનાલા રોડ સ્થિત મીરાંકોટ ચોકમાં રહેતો હતો. જાસુસી એજન્સીના અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યા છે.

સૂત્રો અનુસાર, સ્ટેટ ઓપરેશન સેલ (SSOC)ને ગુપ્ત સૂચનાના આધાર પર બન્નેની બુધવારે અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ બન્નેના મોબાઇલ કબજે લીધા છે. તપાસ દરમિયાન સામે આવ્યુ કે જાફિર રિયાજ 2005માં પાકિસ્તાન ગયો હતો જ્યા તેને લાહોરના મોડલ ટાઉનની રાબિયા સાથે લગ્ન કર્યા હતા.

આ દરમિયાન તે પાકિસ્તાનની જાસુસી એજન્સીના એજન્ટ અવેશના સંપર્કમાં આવ્યો તો તેને ભારતની જાણકારી આપવાની વાત કહેતા મોટી રકમની લાલચ આપી હતી. તે બાદ તે કોલકાતા આવી ગયો હતો. આ વચ્ચે તેના સસરા શેર જહાંગીર અહેમદ તેને પાકિસ્તાનમાં આવીને રહેવા કહેતો હતો પણ તે ત્યા ગયો નહતો.

અધિકારીઓને એવી પણ ખબર પડી છે કે 2012માં જાફિર રિયાજનું કોલકાતામાં અકસ્માત થયુ હતુ અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી, સાસરિયાઓના આગ્રહ પર તે પાકિસ્તાન જતો રહ્યો હતો. જોકે, સારવાર માટે વારંવાર અમૃતસર આવતો જતો રહેતો હતો. આ દરમિયાન તેને અમૃતસર રેલ્વે સ્ટેશન સામે લીંબુ પાણી વેચનારા બિહારના મધુબનના મોહમ્મદ શમસાદને પોતાની સાથે કરી લીધો હતો.

જાફિરે મોહમ્મદ શમશાદની પાકિસ્તાનના એજન્ટ અવેશ સાથે મુલાકાત પણ કરાવી હતી. શમશાદે તેને જણાવ્યુ કે તે છેલ્લા 20 વર્ષથી અમૃતસરમાં રહે છે. અવેશએ તેને પૈસાની લાલચ આપી તો તેને એરફોર્સ સ્ટેશન તથા કેન્ટ એરિયાની તસવીર મોબાઇલથી ખેચીને તેને મોકલી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles