Saturday, December 3, 2022
spot_img

પંજાબમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, 20 મિનિટ સુધી કાફલો ભટકતો રહ્યો

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પરિવારને મળવા રાહુલ ગાંધી તેના ગામ મૂસા પહોચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુક જોવા મળી હતી. રાહુલ ગાંધીનો કાફલો સાચા રૂટની તલાશમાં 20 મિનિટ સુધી ભટકતો રહ્યો હતો.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે રાહુલ ગાંધીનો કાફલો સંગરૂર રોડની જગ્યાએ અર્બન એસ્ટેટ બાયપાસ રૂટ પર જતો રહ્યો હતો. પટિયાલા પોલીસની સાવચેતીથી કાફલો પરત સાચા રસ્તા પર આવ્યો હતો અને પછી આગળ વધ્યો હતો. કોંગ્રેસ નેતા દિલ્હીથી ચંદીગઢ હવાઇ માર્ગે પહોચ્યા હતા પછી તે રોડ માર્ગે મૂસા ગામ પહોચ્યા હતા.

રાહુલ ગાંધી પોતાના નેતા મૂસેવાલાના પરિવારને મળવા માટે પંજાબ પહોચ્યા હતા. આ દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા, પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા, પૂર્વ ઉપમુખ્યમંત્રી ઓપી સોની અને પાર્ટીના અન્ય નેતા સહિત કેટલાક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હતા. જ્યારે આ હત્યા થઇ ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં હતા અને એક દિવસ પહેલા જ ભારત પરત ફર્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles