Saturday, December 3, 2022
spot_img

રાજકોટઃ પેટ્રોલ પંપ પર દાદાગીરી કરતા 2 યુવકોની ધરપકડ

રાજકોટમાં પેટ્રોલપંપ પર સિગારેટ પી રહેલા આરોપીઓને મનાઈ કરતા ફિલરમેનને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજકોટના દૂધ સાગર રોડ પરના પેટ્રોલ પંપમાં દાદાગીરી કરનાર બે આરોપીઓ ઝડપાયા છે, ઘાંચીવાડામાં રહેતા આમીર ચામડિયા અને અરબાઝ દોઢિયાની પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલ પુરાવવા આવેલા આ બંને આરોપીઓએ ફિલરમેન સાથે ઝઘડો કર્યો હતો. પેટ્રોલપંપ પર સિગારેટ પી રહેલા આરોપીઓને મનાઈ કરતા ફિલરમેનને આરોપીઓએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તેમ છરી બતાવનાર શખ્સ પેટ્રોલ પંપના કર્મચારીને ખુરશી આપવાનું કહે છે. કર્મચારી તેને ખુરશી આપે છે અને છરી બતાવનાર શખ્સ ખુરશી પર બેસે છે. એટલીવારમાં પેટ્રોલ પંપનો કર્મચારી સાથી કર્મચારીને બોલાવીને લાવે છે અને તેની સાથે પણ આરોપી યુવક માથાકૂટ કરે છે ત્યારબાદ, બન્ને જતા રહે છે. 

પોલીસે CCTV ફૂટેજના આધારે આ લુખ્ખા તત્વોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles