Saturday, December 3, 2022
spot_img

અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે બીજો લતીફ, નામ છે સલીમ તોતા

અમદાવાદમાં ગુનાહિત પ્રવૃતિઓ વધવા પાછળ સલીમ તોતા જેવા બુટલેગરો જવાબદાર

અમદાવાદમાં પ્રતિદિવસ ગુનાહિત પ્રવૃતિઓ કૂદકેને ભૂસકે વધી રહી છે. આ પાછળ સૌથી મોટું કારણ છે માદક પ્રદાર્થોનો ચાલતો જગજાહેર વ્યાપાર. અમદાવાદમાં પાછલા દિવસોમાં દારૂના ગોડાઉન અને ફેક્ટરીઓ ઝડપાઇ છે, તે છતાં પણ હજું અમદાવાદના અનેક વિસ્તારોમાં દારૂ સરળતાથી મળી રહી છે. તેમાંય તમે અમદાવાદના રામોલમાં જતાં રહો તો રાજસ્થાનમાં જેટલી સરળ રીતે દારૂ મેળવી શકો તેટલી સરળતાથી તમે અહી દારૂ ખરીદી અને પી શકો છો.

સૌથી મોટો પ્રશ્ન તે છે કે આટલા મોટા પ્રમાણમાં અમદાવાદમાં દારૂ વહેંચે છે કોણ? અમદાવાદમાં અસંખ્ય બુટલેગરો નાના-મોટા પ્રમાણમાં દારૂનો ધંધો કરી રહ્યાં છે. જોકે, સૌથી મોટા બુટલેગરની વાત કરીએ તો તે રામોલમાં રહેતો સલીમ તોતા છે… જે દિવસનો લાખો રૂપિયાનો દારૂનો વ્યાપાર કરી નાંખે છે… તે પૂર્વ અમદાવાદના તમામ વિસ્તારોના દારૂના અડ્ડાઓ ઉપર દારૂ પહોંચાડવાનું કામ કરે છે. ટૂંકમાં કહીએ તો તે હોલસેલર છે… અમદાવાદના નાના-મોટા બૂટલેગરો તેના પાસેથી જ દારૂની ખરીદી કરે છે અને પછી તે રિટેલમાં વહેંચે છે. જ્યારે સલીમ તોતા દારૂનો હોલસેલર વ્યાપારી છે… એક દિવસમાં કરોડો રૂપિયાનો દારૂ અમદાવાદમાં ઘુસાડે છે અને વહેંચી પણ મારે છે. પ્રશ્ન તે છે કે પોલીસ શું કરે છે?

સલીમ તોતા ગુનાહિત ઈતિહાસ ધરાવતો માથાભારે વ્યક્તિ છે. આ વ્યક્તિ ઉપર અનેક કેસો થયેલા છે. પોલીસે અનેક વખત તેને પોતાની કસ્ટડીમાં લીધો તે છતાં પણ તે પોતાનો દારૂ વહેંચવાનો ધંધો ચાલુ રાખ્યો છે. બે મહિના પહેલા જ કથિત રીતે તેને પોતાની દારૂ ભરેલી ગાડીથી પોલીસના બેરિકેટ ઉડાવી દઈને પોલીસની ગાડીને ટક્કર મારી હતી.

હવે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓ અમદાવાદમાં ખુલ્લા સાંઢની જેમ ફરતાં હશે ત્યાર સુધી લોકો શાંતિથી કેવી રીતે રહી શકશે? સલીમ તોતા લતીફ ડોનના રસ્તા ઉપર ચાલી રહ્યો છે. જેવી રીતે લતીફ ડોનને સમજવામાં પોલીસ થાપ ખાઈ ગઈ હતી, તેવી જ રીતે સલીમ તોતાને સમજવામાં પોલીસ થાપ ખાઈ રહી છે.

આગામી દિવસોમાં સલીમ તોતા જેવા ગુનાહિત વલણ ધરાવતા લોકો દેશ અને રાજ્યના લોકો માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. લતીફ ડોન પણ પહેલા સમગલિંગ જેવા ક્રાઈમ કરતો હતો પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધો નહતો અને અંતે લતીફના ઈશારે આખા અમદાવાદમાં દારૂની રેલમ-છેલ થવા લાગી અને ગુનાહિત પ્રવૃતિઓથી શહેરીજનોનું જીવન દુષ્કાર બની ગયું હતું.

તો અમદાવાદમાં સલીમ તોતા પોલીસને પણ હાથ તાળી આપી રહ્યો છે. અમદાવાદમાં સલીમ તોતા પ્રતિદિવસ લાખો રૂપિયાનો દારૂ વહેંચીને યુવાનોનું જીવન બર્બાદ કરી રહ્યો છે. પોલીસ પણ તેના ઉપર પોતાનું કંટ્રોલ ગુમાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.

આગામી દિવસોમાં સલીમ તોતા અમદાવાદીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં પણ તે અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂનો વ્યાપાર કરીને અનેક માતા-પિતાઓના છોકરાઓના જીવનને બર્બાદ તો કરી જ રહ્યો છે. આમ નશીલા પદાર્થોની સરળ ઉપલબ્ધતાના કારણે અમદાવાદમાં પ્રતિદિવસ ગુનાહિત પ્રવૃતિઓમાં પણ વધારો થઈ રહ્યો છે.

શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવી છે તો સલીમ તોતા અને તેના જેવા અન્ય અસામાજિક તત્વો ઉપર પોલીસે નકેલ કસવી પડશે, નહીં તો આ લોકો અમદાવાદ શહેરને દારૂ-જુગારનો અડ્ડો બનાવી દેશે જ્યાં એકપણ સામાન્ય વ્યક્તિ સુરક્ષિત રહેશે નહીં.

સ્ટેટ મોર્નિટરિંગ સેલ પણ સલીમ તોતા આગળ ફેલ

ગુજરાતભરમાં સ્ટેટ મોર્નિટરિંગ સેલે દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર હાંહાકાર મચાઇ દીધો છે. જોકે, અમદાવાદમાં સલીમ તોતા એકચક્રિય શાસન ચલાવી રહ્યો છે. પોલીસનો ચૂસ્ત બંધોબસ્ત હોવા છતાં સલીમ તોતા અમદાવાદના આખા પૂર્વ વિસ્તારમાં દારૂનો જથ્થો પૂરો પાડી રહ્યો છે. જોકે, અહીં પણ એક મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે, સ્ટેટ મોર્નિટરિંગ સેલે ગુજરાભરમાં દારૂ-અડ્ડાઓનો સફાયો કરી નાંખ્યો છે તો સલીમ તોતાને કેમ છોડી દીધો છે?

પોલીસ તોતાને બીજો લતીફ બનાવી દેશે

વર્તમાનમાં પોલીસ અને સ્ટેટ મોર્નિંટરિંગ સેલનો ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ સલીમ તોતા અમદાવાદમાં પોતાના કાળા કામ કરી રહ્યો છે. તેવામાં પોલીસ સલીમ તોતાને નજરઅંદાજ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સલીમ તોતાને ખુલ્લો દૌર મળી ગયો છે. આમ પોલીસ પોતે જ સલીમ તોતાને બીજો લતીફ બનાવી રહી છે, જેનો ખામિયાજો અંતે દેશની જનતાને ભોગવવો પડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles