Wednesday, September 28, 2022
spot_img

બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 28 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થયા છે. 30થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં અનેક લોકોની સ્થિતિ ગંભીર છે.

રોજિદ ગામ સહિતના આસપાસના ગામમાં લઠ્ઠાકાંડની અસરથી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં માતમ છવાઇ ગયો છે. 50થી વધારે શખ્સોને બરવાળા, ધંધુકા, બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર રેન્જ આઇજી યાદવે SITની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે.

રોજિદ ગામના સરપંચે દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી

બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં સરપંચે દારૂનું દૂષણ દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. જોકે, તેને ધ્યાનમાં ના લેવામાં આવતા આ દૂર્ઘટના સર્જાઇ છે અને 28થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ ઘટના બાદ DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે અને ATSને પણ તપાસ સોપવામાં આવી છે.

રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 24એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. દિવ્યભાસ્કર પણ રોજિદ ગામે પહોંચ્યું છે.

દેશી દારૂના લઠ્ઠાકાંડથી ધંધુકા અને બરવાળા તાલુકાના ગામડાના લોકોનાં મોત થયાં હતાં

  1. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા
  2. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા,
  3. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
  4. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
  5. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.37 ગામ.આકરુ તા.ધંધુકા
  6. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.27 ગામ.આકરુ તા.ધંધુકા
  7. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.30 ગામ.આકરુ તા.ધંધુકા
  8. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30 ગામ.રોજીદ તા. બરવાળા
  9. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.34 ગામ.રોજીદ તા.બરવાળા
  10. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.50 ગામ.રોજીદ તા.બરવાળા
  11. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.35 ગામ.ચંદરવા તા.રાણપુર
  12. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર
  13. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.37 ગામ.રોજીદ તા.બરવાળા
  14. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ
  15. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.50 રાણપુર

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓ

  1. ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા ગામ.ઉચડી તા.ધંધુકા
  2. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી તા.ધંધુકા
  3. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા
  4. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  5. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
  6. ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  7. દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  8. હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા
  9. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
  10. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
  11. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
  12. અનીલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
  13. રમેશભાઈ રાજુભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  14. વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા
  15. ભરતભાઈ ભનાભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
  16. વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ.તા.બરવાળા
  17. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા
  18. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા
  19. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
  20. શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા
  21. સિતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા
  22. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા તા.રાણપુર
  23. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ ચંદરવા તા. રાણપુર
  24. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા તા.રાણપુરનો સમાવેશ થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,503FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles