Saturday, February 4, 2023
spot_img

ભાજપના ચૂંટણી ઢંઢેરામા યુવાનો અને મહિલાઓ પર ખાસ ફોકસ, વાંચો સમગ્ર ચૂંટણી ઢંઢેરો

કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ‘ભાજપનું સંક્લપ પત્ર’ એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સંકલ્પ પત્ર બનાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે.

  • વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એજ્યુકેશનથી માંડીને સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટકચરના નિર્માણના આપ્યા વચનો
  • મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરવાનું વચન આપ્યું છે.
  • 1,000 કરોડના ભંડોળ સાથે ‘કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ની રચના કરવાનો વાયદો કર્યા છે. જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે.
  • ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો
  • ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના
  • વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું.
  • યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના
  • આદિવાસી ક્ષેત્રોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના
  • મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા’ઓની સ્થાપના
  • KGથી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણના આપ્યા વચનો
  • આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’ શરૂ કરીશું.
  • ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના
  • આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ
  • ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનારા દરેક OBC/ST/SC/EWS વિદ્યાર્થીઓને ₹50,000નું પ્રોત્સાહન

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,692FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles