Saturday, December 3, 2022
spot_img

સુરતઃ ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા, પોલીસે 2 ઈસમોને ઝડપયા

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં દિવસેને દિવસે ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાની અદાવતમાં રાજા વર્મા નામના યુવકની ચપ્પુના ઘા મારી કરવી હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યા મામલે પોલીસે તેના જ બે મિત્રો સંજીવ અને જીવનની ધરપકડ કરી છે. યુવાનો વચ્ચે કોઈ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે આવ્યુ છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ વિસ્તારમાં દર બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતી હોય છે ત્યારે રાજા વર્મા અને તેનો મિત્ર સંદીપ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સંજીવ અને જીવન નામના બે મિત્રો કે જે તેની સાથે મોબાઇલ સ્નેચિંગનું કામ કરતા હતા તે અચાનક દોડી આવ્યા હતા અને રાજા વર્મા ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

સમગ્ર વિસ્તારમાં મરનાર યુવાને પોતાનો જીવ બચાવવા માટે નજીકની ગલિયોમાં દોડધામ કરી હતી. જોકે, આ યુવક પર તેનાજ મિત્રએ ઘાતક હથિયારો લઈ હુમલો કરતા રાજાને ગંભીર ઇજા થવા પામી હતી. રાજા વર્માને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવે તે પહેલા તેનું મોત નીપજ્યું હતુ.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક અસરથી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને હત્યારાઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે આરોપી પૂછપરછ કરતા મોબાઈલ ચોરી ઘટનામાં થયેલા ઝગડામાં આ હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બને ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles