સુરતઃ સુરત પોલીસને છેતરપિંડી કેસમાં મોટી સફળતા મળી છે. મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર નાઇજિરિયન યુવકની ધરપકડ કરી છે. નાઈજિરિયન યુવક દ્વારા સુરતની મહિલા સાથે સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કરીને તેને ગિફ્ટ મોકલાવવા અને લગ્ન કરવાની લાલચ આપીને રૂપિયા 57 લાખથી વધુ ની છેતરપિંડી કરવાના ગુના માં સુરત સાયબર ક્રાઇમ પોલીસે નાઈજિરિયન યુવક ને દબોચી લીધો છે.
સોશિયલ મીડિયા ઉપર એકબીજા સાથે ફ્રેન્ડશીપ કરવાના અને ત્યાર બાદ છેતરપિંડી થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની યુવતી ને સોશિયલ મીડિયા ઉપર નાઈજિરિયન યુવક સાથે સંપર્ક થયો હતો,ત્યાર બાદ તેની સાથે છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી રહી છે.
સુરત પોલીસના સાયબર સેલમાં ગુનો નોંધાયા બાદ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પડાયો છે. નાઈઝીરીયન યુવક વેબસાઇટ ડેવલપર તરીકે અભ્યાસ કરવા માટે દિલ્હીમાં આવ્યો હતો,દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે સંપર્કમાં આવ્યો હતો.
થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની સાથે લગ્નન કરવા સુધીની વાત યુવતી અને યુવક વચ્ચે થઈ હતી. નાઇઝિરિયન યુવકે ગિફ્ટ મોકલ્યું હતું અને તેને યુવતીને લેવા માટે રૂપિયા ચૂકવવા પડશે તે પ્રકારનો ષડયંત્ર રચીને રૂપિયા ખંખેરી લીધા હતા.
દિલ્હી ઈમિગ્રેશનમાંથી પ્રિયા નામથી ફોન કરવામાં આવ્યો હતો,તેણે પોતાની ઓળખ એરપોર્ટ કર્મચારી તરીકે આપી હતી, સુરતની યુવતી ને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે ગિફ્ટ જે મોકલવામાં આવ્યું છે તેને છોડાવવા માટે પાઉન્ડ ને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા પડશે અને તેના માટે જે ચાર્જ થાય છે તે ચૂકવવો પડશે ત્યાર બાદ તેમને ગિફ્ટ મળશે.
સુરતની યુવતી એ નાઈઝીરીયન યુવક એ મોકલેલા ગિફ્ટ ને છોડાવવા માટે તારીખ 1 મે થી 12 ઓગસ્ટ 2022 સુધીમાં 57, 39,500 ચૂકવ્યા હતા. યુવતી દ્વારા અલગ અલગ બે એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહિલાને જ્યારે શંકા ગઈ કે તે છેતરાય છે ત્યારે સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે નાઈઝીરીયન યુવક ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે