Saturday, December 3, 2022
spot_img

સુરત SOGએ ઘરમાં જ ગાંજાનું વેચાણ કરતા શખ્સને પકડી પાડ્યો

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ, LIG આવાસમાં રહેતા બૈજનાથ શિવાનંદ સિંહને, ત્યાં શહેર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી તેમના ઘરમાંથી ગાંજાનો જથ્થો વજન અને ગાંજો પીવા માટેના રેઝલા પેપરો, સ્ટિક તથા ચિલમ સાથે કુલ મળી રૂપિયા 68,320 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તે ઉપરાંત હાલ, આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

SOG પોલીસે સૌપ્રથમ વખત તો ડમી ગ્રાહક LIG આવાસમાં મોકલી સાચી હકીકત જાણેલ હતી. આરોપી ગાંજાનો છૂટક વેચાણ કરતો હતો, ત્યારબાદ જ SOG પોલીસની ટીમ દ્વારા LIG આવાસ નંબર Gમાં આવેલ રૂમ નંબર- 998માં રેડ કરી, રીઢા આરોપી બૈજનાથ શિવાનંદ સિંહને છૂટક ગાંજાનું વેચાણ કરતા ઝડપી પાડ્યો હતો. 

ગાંજાનું વેચાણ કરી રાજ્યમાં દૂષણ ફેલાવતો આરોપી મૂળ બિહારનો રહેવાસી છે. તેં ગાંજો ક્યાંથી લાવતો હતો? કોની પાસે મંગાવતો હતો? અને કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે, તે સમગ્ર બાબતની તપાસ હાલ SOG પોલીસ કરી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,589FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles