આજે 182 વિજેતા MLA શપથ લેશે. વડોદરાની માંજલપુર બેઠક પરથી સતત 8 વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે રાજભવનમાં ધારાસભ્યોને સોગંદ લેવડાવશે. તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે, ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ 182 ઉમેદવારોને પદના કર્તવ્યનિષ્ઠાના સોગંદ લેવડાવશે. વિધાનસભા ગૃહમાં સૌ પ્રથમ CM ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ અગાઉ અધ્યક્ષ રહેલા રમણલાલ વોરા અને ગણપત વસાવાને MLA પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવશે.
પ્રોટોકોલ મુજબ કેબિનેટ મંત્રીઓ, વિપક્ષના નેતા જો નિયુક્ત થયા હોય તો તેમને, ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડકો, મહિલા ધારાસભ્યોની સોગંદવિધિ યોજાશે. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર ક્રમાનુસાર મતક્ષેત્રના એક બાદ એક તમામ વિજેતા ઉમેદવારોને ધારાસભ્ય પદના સોગંદ લેવડાવશે. સોગંદવિધિ લગભગ સાડા ત્રણ કલાક આસપાસ ચાલે તેવી સંભાવના છે. ત્યારબાદ બીજા દિવસે 15મી વિધાનસભાની અધિકૃત રચનાની જાહેરાત થશે. તો વિધાનસભાના પ્રથમ સત્રના આરંભે સ્પીકર તરીકે શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડની ઉપાધ્યક્ષપદે નિમણૂક થશે